નારાયણ સેવા સંસ્થાનને વિકાસશીલ વિશ્વમાં જીવન સુધારવા પ્રત્યે ગહન પ્રતિબદ્ધતા દર્શાવવા અને સમાજની ઉન્નતિ માટે ઘણી નવીન પ્રવૃત્તિઓ શરૂ કરવા અને અમલમાં મૂકવા બદલ ઘણી વખત પુરસ્કાર આપવામાં આવ્યો છે. તમારી સહાયથી નારાયણ સેવા સંસ્થાનએ મેળવેલ પુરસ્કારો નીચે મુજબ છે:
શ્રી કૈલાશ અગ્રવાલ 'માનવ'ને 'વિકલાંગ વ્યક્તિઓના કલ્યાણ' ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ માટે રાષ્ટ્રીય સ્તરે મહામહિમ, ભારતનાં રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા 3જી ડિસેમ્બર 2003 ના રોજ 'પર્સનલ કેટેગરી પુરસ્કાર' થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શ્રી કૈલાશ અગ્રવાલ 'માનવ', ને 9મી નવેમ્બર 2011 ના રોજ, સંસદ ભવન, નવી દિલ્હી ખાતે, તત્કાલિન કેન્દ્રીય નાણા મંત્રી શ્રી પ્રણવ મુખર્જી દ્વારા 'રાષ્ટ્રીય પુરસ્કાર' થી સન્માનિત કરવામાં આવ્યા હતા.