અંકિત - NSS India Gujarati
  • +91-7023509999
  • +91-294 66 22 222
  • info@narayanseva.org
no-banner

અંકિતની સફરમાં નિરાશાથી સુખ સુધી

Start Chat

સફળતાની વાર્તા: અંકિત

ઉત્તર પ્રદેશનાં મિર્ઝાપુર જિલ્લાનાં કુદવાન ગામનાં રહેવાસી કૃપારામ ગુપ્તા અને તેમનો પરિવાર ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થયો હતો જ્યારે છ વર્ષ પહેલાં તેમના પુત્રનો જન્મ વાંકાચૂકા અને વાંકડિયા અંગૂઠા સાથે થયો હતો. ઘણા ડૉકટરોની સલાહ લેવા છતાં, કોઈ ચોક્કસ સારવાર કે ઉકેલ આપી શક્યું નથી.

એક દિવસ, કૃપારામનાં એક સંબંધીએ તેમને ઉદયપુર ખાતે આવેલી સંસ્થા નારાયણ સેવા સંસ્થાન વિશે જાણ કરી જે શારીરિક વિકલાંગતાથી પીડિત વ્યક્તિઓને મફતમાં વિશેષ સારવાર અને સેવાઓ પૂરી પાડે છે. કૃપારામે તરત જ તેના પુત્ર અંકિતને લઈ જવાનું નક્કી કર્યું અને ઉદયપુર જવાનું નક્કી કર્યુ.

નારાયણ સેવા સંસ્થાનની હોસ્પિટલમાં પહોંચ્યા પછી, ડૉક્ટરોએ અંકિતનાં પગની પૂરી તપાસ કરી અને સર્જરીની ભલામણ કરી. તેના ડાબા પગની પહેલી સર્જરી સફળતાપૂર્વક પૂરી થઈ અને એક મહિના પછી તેના જમણા પગની બીજી સર્જરી કરવામાં આવી હતી. બંને સર્જરી બાદ અંકિતે 5 થી 7 વાર નારાયણ સેવા સંસ્થાનની મુલાકાત લીધી અને ખાસ બૂટની મદદથી તેના પગનાં બંધારણમાં ધીમે ધીમે સુધારો જોવા મળ્યો. આખી પ્રક્રિયા દરમિયાન, નારાયણ સેવા સંસ્થાનનાં નિષ્ણાતો અને ફિઝિયોથેરાપિસ્ટ્સે અંકિતનાં પગમાં થતા ફેરફારો પર વિશેષ ધ્યાન આપ્યું.

લગભગ આઠ મહિનાની મહેનત અને ધૈર્ય પછી આખરે એ દિવસ આવ્યો જ્યારે અંકિત પોતાના પગ પર ઊભો થવા સક્ષમ હતો. કૃપારામની આંખોમાં આનંદનાં આંસુ આવી ગયા. અંકિતનાં ચહેરા પર એક નવો આત્મવિશ્વાસ હતો અને તેના પગ મજબૂત અને સીધા થઈ ગયા હતા. પરિવારે નારાયણ સેવા સંસ્થાનનાં ડૉકટરો અને દાતાઓનો આભાર માન્યો, જેમના પ્રયત્નો અને સમર્પણથી તેમના પુત્રને નવું જીવન મળ્યું. તેઓએ કહ્યું કે નારાયણ સેવા સંસ્થાનનાં પ્રયાસોથી અંકિતને માત્ર ચાલવાની ક્ષમતા જ નહીં પરંતુ તેના સપનાને આગળ વધારવાની તાકાત પણ મળી.