હું 22 ડિસેમ્બર, 2022 ના દિવસને ભૂલી જવા માંગુ છું, પરંતુ તે મારી સ્મૃતિમાં કોતરાયેલો છે. તે દિવસે, ઠંડી ઝાકળ વચ્ચે, હું સાવધાનીપૂર્વક મારી ટ્રક ચલાવતો હતો જયારે અચાનક આગળનું ટાયર ફાટ્યું. ટ્રકે પોતાનો માર્ગ બદલી નાખ્યો અને સામેથી આવતા વાહન સાથે અથડાવાનાં ડરથી મેં ટ્રક વાળી લીધો. જો કે મોટો અકસ્માત ટળી ગયો હતો, પરંતુ મને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન, મેં મારો જમણો પગ ગુમાવ્યો. જ્યારે અન્ય ઇજાઓ થોડા દિવસોમાં સાજી થઈ ગઈ હતી, પણ મારો પગ ગુમાવવો હજુ પણ મને ત્રાસ આપે છે.
આ કરુણ વાર્તા કર્ણાટકનાં એક ટ્રક ડ્રાઈવર પુનિત કુમારની છે. તેણે શેર કર્યું કે સારવારમાં નોંધપાત્ર સમય અને નાણાંનો વપરાશ થયો, તેની આજીવિકા ખોરવાઈ. હવે ટ્રક ચલાવવામાં અસમર્થ, રોજગાર મેળવવો પડકારજનક બની ગયો, જેના કારણે તેનો પરિવાર આર્થિક સંકટમાં મુકાયો.
એક દિવસ, તેમને નારાયણ સેવા સંસ્થાન મફત કૃત્રિમ અંગોઆપવા વિશે સોશિયલ મીડિયા પર માહિતી મળી. ફેબ્રુઆરી 2024 માં, તે ઉદયપુર ગયો, જ્યાં તેના પગનું માપન કરવામાં આવ્યું, અને તેને કૃત્રિમ અંગ ફીટ કરવામાં આવ્યું. હવે, પુનિત આરામથી બેસી, ઊભો થઇ અને ચાલી શકે છે. સંસ્થાને તેને સંસ્થાનાં કૌશલ્ય વિકાસ કેન્દ્રમાં મોબાઈલ રિપેરિંગની ત્રણ મહિનાની તાલીમ આપીને તેમની રોજગારીનો પ્રશ્ન પણ ઉકેલ્યો.
તે વ્યક્ત કરે છે કે, “ભલે હું હવે ટ્રક નથી ચલાવી શકતો, પણ હું જીવનનાં પાટા પર પાછો ફરવા બદલ આભારી છું.